કૈક એવી રીતે તને મળવા માંગુ છું...
--------
જેમ તું સાડી ના પાલવ માટે શોધતી હોય
કોઈ સેફ્ટિ પિન,
અને હું દેખાઈ જાઉં તને ડ્રોવર પર પડેલો.
તું તરત જ લઈને લગાવી લે મને તારા બ્લાઉસ અને પાલવ વચ્ચે..
--------------
એક્ષામ વખતે તારી ખાલી થઇ ગયેલી બોલપેન,
અસમંજસ માં હોય તું અને હું તને નીચે પડેલો દેખાઉં..
તું તરત જ લઈને લખવા લાગે તારા અધૂરા જવાબ..
-------------
---------
કઈ એવી રીતે મળી જાઉં તને,
સુમસાન રસ્તા પર ખાલી થઇ જાય તારા એક્ટિવા નું પેટ્રોલ,
તું અસમંજસ માં ડેકી ખોલે,
અને હું બોટલ માં ભરેલુ પેટ્રોલ હોઉં..