આપણે હંમેશા બીજા ના વાંક ગોતીયે બીજા ની ભૂલો ગોતીયે અને તે સુધરે આવી આશા રાખીયે છીએ.
જીવન માં સમદ્રષ્ટિ રાખવી બવ જરૂરી છે.
જે નજર થી આપણે બીજા ની ભૂલ ગોતી લઈએ છીએ, લાખ સારા માં એક નાસારું ગોતી લઈએ છીએ તો, એ દ્રષ્ટિ થી પોતાની ભૂલો પણ ગોતી લેવી જોઈએ.
જયારે આપણી ભૂલ ને સમજાવવા અલગ દ્રષ્ટાંત હોય છે એમ બીજા ની ભૂલો ને સમજવા માટે પણ એક અલગ દ્રષ્ટાંત થી જોવાનો પ્રયત્ન કરવો જોઈએ.
સામે વાળો માણસ આપણી ઈચ્છા અનુસાર બદલે, પોતાના સ્વભાવ માં બદલાવ લાવે આવી આશા રાખીયે છીએ, પણ કોઈ દિવસ એ વિચાર કર્યો કે શું આપણે કોઈ વ્યક્તિ માટે પોતાનો સ્વભાવ પોતાની આદતો બદલી શકીયે છીએ?
જવાબ છે ના, આપણે કોઈ માટે બદલી શકતા નથી તો બીજા આપણી માટે બદલે આવી આશા રાખવી નિરર્થક છે.
ક્રિષ્ના ભગવાન એ પણ કહ્યું છે જયારે આપણે પરિસ્થિતિ ને નથી બદલી શકતા, ત્યારે આપણી પાસે એક જ માર્ગ છે પોતાને બદલવાનો.
હાં મિત્રો, જયારે આ વાત સમજાય ત્યારે એક અલગ જ અનુભૂતિ થાય, વર્ષો થી આપણી કોઈ પરિસ્થિતિ ની પ્રતિક્રિયા રહી હોય તેને છોડીને ને નવા દ્રષ્ટાંત થી નવા વિચાર થી પ્રતિક્રિયા કરવી એ એક નવો અનુભવ છે.
તે આપણી માટે જીવન ના નવા દરવાજા ખોલી દે છે આ કરવા માટે ખાલી જોઈએ તો એક નિર્ણય અને એક નિશ્ચય.
આ એટલું સેહલું પણ નથી જેટલું લાગે છે કારણ કે આ માટે પોતાનો અહંકાર નો ત્યાગ કરવો પડે છે, આપણા સિવાય બીજી કોઈ વ્યક્તિ પણ સાચી હોય શકે એ માનવા માટે સાહસ જોઈએ.
અને જો એક વાર આ અનુભૂતિ થઇ જાય અટલે આખું જીવન પરિવર્તન થઇ જાય જાણે નવો જન્મ મળ્યો હોય અને ત્યારે ભૂતકાળ માં ગેરસમજ ના લીધે કરેલી ભૂલો પર હસવું પણ આવે છે અને પશ્ચાતાપ પણ થાય છે પણ સાથે સાથે એ વાત નો આનંદ પણ અપરંપાર હોય છે કે તે આપણી traditional conditioning થી મુક્ત થઇ જીવન ના અલગ પહેલું ને આપણે જાણી શક્ય છીએ એના તેના માંથી શીખી તેને માણી શક્યા છીએ......
વાર છે તો બસ એક વાર પુનઃ વિચાર કરવાનો કે આપણે બદલવું છે કે નહિ, જીવન ને નવા દ્રષ્ટાંત થી જીવવું છે કે નહિ, કારણ કે આ આપણી માટે કોઈ નહિ કરી શકે સ્વયં ભગવાન પણ નહિ, ફક્ત ને ફક્ત આપણે પોતે જ કરી શકીયે પોતાની માટે..
-Rachanaba Parmar