બિના તારી સાથે
હું જીવવા ઈચ્છું છું બિના તારી સાથે,
જીવનની દરેક ક્ષણ માણવા ઈચ્છું છું બિના તારી સાથે,
સવારની મોર્નિંગ વોક સાથે જ્યુસ, સાંજની ઇવનિંગ ડ્રાઈવ સાથે ઠેલાની ચા પીવા ઈચ્છું છું બિના તારી સાથે.
વિકેન્ડમાં પિકનિક પર ફરવા અને રોમેન્ટિક મુવીના ફર્સ્ટ શો માં કોર્નર સીટ પર બેસવા ઈચ્છું છું બિના તારી સાથે.
હાસ્ય ભરેલા દિવસો અને પ્રેમ ભરેલી રાતો
ગાળવા ઈચ્છું છું બિના તારી સાથે.
સુખ દુઃખના તડકા છાયામાં અને જીવનની ક્યારેક કાંટાળી ક્યારેક ફૂલ પાથરેલી રાહો પર ચાલવા ઈચ્છું છું બિના તારી સાથે.
ઈશ્વર પાસે હવે એકજ યાચના છે
સમગ્ર વિશ્વ ને આ મહામારી(કોરોના) થી બચાવે
અને જીવન ને ફરીથી પટરી પર ચડાવે
માત્ર તારો હસુ