#આજનીફોટોગ્રાફી #આજનોવિચાર
આ ફોટોગ્રાફ જોઈને પહેલા આવતા વિચારની બે શક્યતાઓ હોઈ શકે પહેલી એ કે સૂર્યાસ્ત થઈ રહ્યો છે, અને બીજો એ કે સૂર્યાસ્ત થવામાં હજુ થોડી ક્ષણો બાકી છે. આ બંને વિચારોમાં લાગતો દોરાવારનો ફર્ક આપણી જિંદગીઓમાં બહુ મોટો તફાવત સર્જતો હોય છે. હકારાત્મક વિચાર અને નકારાત્મક વિચાર વચ્ચે રહેલું માત્ર એક અક્ષરનું અંતર આપણી જિંદગીની દિશા બદલવા માટે પૂરતું હોય છે.....સો ઓલ્વેયઝ સ્ટે પોઝીટીવ, સ્ટે હેપ્પી....😊...જાગૃતિ તન્ના "જાનકી"