Gujarati Quote in Thought by Rabari Jigna. R

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

**કુદરત ની કરામત અને સમય નો લાચાર માનવી **
માનવી તો માત્ર નિમિત્ત છે સાહેબ બાકી બધી કુદરત ની કરામત છે.
ત્રિલોક નો નાથ ધારે ને તો ધરતીકંપ લાવી ને ઘર ની બહાર કાઢી મૂકે અને એ ધારે તો કોરોના વાઇરસ ના નામે ઘર માં પુરી દે.
ઘણા ચોમાસા કોરા ધાકોર કાઢી નખવે અને એ ઈચ્છે તો બારે માસ મેંઘધાર ચાલુ જ રહે છે.

સ્વાર્થી માનવી પૈસા ની અને નામસા ની દોડધામ ભૂલી ગયો હતો ભગવાન ને ક્યારેક કહીએ હરી ભજન નું તો કહે સમય જ મળતો નથી. હવે સમય પસાર થતો નથી.

૨૪ કલાક બીઝી બીઝી બીઝી ને બીઝી નથી પરિવાર માટે ટાઈમ નથી ખુદ માટે ટાઈમ કુદરતે સમજી વિચારી ને જાત માટે વિચારવાનો સમય આપ્યો લાગે છે

જ્યાં મળે જેમ મળે જવાબદારીઓ પુરી કરવા માટે પૈસા મળે તે દિશામાં દોડી જવાનું નહિ કોઈ લક્ષ નહિ કોઈ મઁઝીલ બસ જિંદગી જ્યાં લઇ જાયઃ ત્યાં જવાનું જ જાણે નક્કી કર્યું હશે.
ક્યારેય સમય નથી મળ્યો પોતાના નાના ભૂલકા ની માથે પ્રેમાળ હાથ ફેરવવા નો ક્યારેય સમય નથી મળ્યો ઘરડા માં બાપ ની ઈચ્છા પૂછવાનો. ક્યારેય નથી પૂછ્યું સંતાનો ને કે તમે જિંદગી વિશે શુ સપના સેવ્યા છે.તમે શુ બનવા માંગો છો???

ગામડે થી સિટી માં આવી ને કામ અને સમય ભાગદોડ માં ક્યારેય સમય જ નથી રહેતો ઘરે ફોન કરવાનો પણ ક્યારેક ફોન આવે તો બે વાત થતા જ કામ આડુ આવી જાયઃ છે પછી ફોન કરીશ કામ માં છુ આ શબ્દ સામે અથડાતા ફોન કટ થઇ જાયઃ છે પછી પાછો સમય જ ક્યાં રહે કે ફોન થાય.

ક્યારેક કોઈ સાથી કામદાર મંજિલ વિશે પુછિયે કે શુ કરવા ઈચ્છો છોવ?? ક્યાં જવુ છે તમારે?? ત્યારે શબ્દો થી તો જે જવાબ અપાય એ પરંતુ અંતર ઊંડાણ અને હૃદય ના ભાવ તો એમજ બોલી ઉઠે છે પરિવાર સાથે વાત કરવા ઈચ્છું છુ અને ઘરે જવુ છે.

સાહેબ બાળકો નિશાળ જતા રહે ટ્યુશન માં જતા રહે, યુવાનો કામ ધન્ધે જતા રહે વડીલો મઁદિર જતા રહે ઘર સુમ સામ જેવું પડ્યું રહેતું. ઘર ની દીવાલો ના ભણકારા પણ સૂના સૂના લાગતા. એ ઘર આજ મીઠાં કિલ્લોલ અને ઘૂઘવાટ થી ગુંજી ઉઠ્યું છે. ચોપડા અને પેન માં સતત અટવાયેલા રહેતા બાળકો આજ ધંધલ, ધમાલ અને મસ્તી માં મશગુલ થઇ ગયા છે. નાનપણ થી ભણતરે છીનવી લીધેલું બાળપણ જાણે પાછુ મળ્યું હોય એ આઝાદ જિંદગી ધીંગા મસ્તી માં ગાંડાતુર થઇ ને બાળકો નાચી કૂદી રહ્યા છે.

જીવન માં પેહલી વાર ઘરે રહી ને પરિવાર સાથે રહી ને દેશ સેવા કરવા ની અમૂલ્ય તક મળી છે તો એ ગુમાવતા નહિ.


ઘર માં રહો !
સુરક્ષિત રહો!
સ્વસ્થ રહો !
જય હિન્દ જય ભારત
jigna.r.rabari

Gujarati Thought by Rabari Jigna. R : 111378077
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now