*માવો (ગુટકા)* પર હાસ્યરસિક રચના
🦪🦪🦪🦪🦪
કવિ ને એટલા પસંદ ગુટકા....!
ને કવિતા વાંચતા પણ ચાવતા રે'તા ગુટકા...!
કવિ પંદરનો ખાઈને
પંદરશોનું તો થુંકે...!
એ જો ના ખાય,
તો એ દિ' એમના
પેટમાં ચુંકે...!
માવાએ એમને જકડ્યાં...!
કે,
એમણે માવાને...!
એ વાત જાણતાં તોય, એકબીજા ના જોડીદાર એ લત કેમ મુકે...!?
કવિ એ વાત
જાણે તોય વર્તે અજાણ્યાની જેમ...!
'ના બોલવુ' એ કાંઈ સ્વભાવ નથી એમનો...!!
એતો મોંઢામાથી ડુચા થકી
બોલાતું નથી એમ...!!
કારણ.....
રસરંગનો કસુંબો માવાનો મોંઢામાં ખુબ જામ્યું ...!
મૌન છું એટલે જ,ઈશારાથી સમજાવું...!
વરસે દા'ડે, રચે પાંચસો ને એક કવિતા ,
કહેવાય કવિરાજ...!
પણ માવો તો હું નહી જ છોડું...!
કવિતા છોડી દઈશ માવા કાજ...!
કવિતા બોલતા
ય ઉડે થુંક મોંઢામાંથી...!
કવિ,બહુ થયું ...,
હવે તો કાઢ ,રૂમાલ ખિસ્સામાંથી....!
કહેવું પડે ક્યારેક, ચુપ રહે કવિ...!
માવાનો કુચો કરી લે બરાબર ચાવી...!
માવો થુંકી ,પછી જ તારે કવિતા ગાવી...!
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*