હરિત રંગે રંગી આ ધરાને,
નીલવરણુ રચ્યું આ ગગન!.
સોના વરણો ઉગતો સુરજ,
ચંદ્ર ચમકતો ચાંદી ની સમ!.
સપ્તરંગી સોહે મેઘધનુષ્ય,
પતંગિયાના તો પચરંગી રંગ!.
અનેકરંગી ફૂલો ઉપવનમાં,
આ માનવનું અતરંગી મન!.
સુંદર સૃષ્ટિ સજાવી સંસારે,
પશુ, પક્ષી, સાગર ને વન!.
અદ્ભૂત દૃશ્ય વસાવ્યુ નયને,
ના કરી શકાયુ એનું જતન!.
માનવ સમજે બધુ મારુ મારુ
ના સમજ્યો બસ કર્યું પતન!.
ડામાડોળ થયા સૌ રંગો ને,
ત્યારે ભયભીત થયા આ મન!.
થયા પોતાના ઘરમાં જ બંદી
કુદરતે ફેરવ્યું કેવું પોતાનુ ફન!.
ઈશ તો સદા બક્ષે જાણી મિત્ર
ફરી મથે છે સુધારવા એ ચિત્ર!!....
જાગૃતિ રાઠોડ.