કુદરત ની દરેક લીલામાં કંઈક તથ્ય છુપાયેલું હોય છે, તેનો મુખ્ય ધ્યેય સર્વ સૃષ્ટિ હિતાય એટલે કે સર્વ નુ કલ્યાણ નો હોય છે,
આવી પડેલ આફત પર નકારાત્મક વિચારો ફેલાવા કરતાં સચેત રહી જે નકારત્મક પરિસ્થિતિ નું નિર્માણ થયું છે તેની પણ અમુક બાબતો સૃષ્ટિ માટે હકારાત્મક અસરો પાડી છે તેમાંથી બોધપાઠ લઈને કુદરતનાં નિયોમો નું પાલન કરીએ તે વધુ હિતાવહ છે.
દા.ત ૧ ચીનમાં પ્રદૂષણ ઓછું થવાથી ૧૦૦ દિવસમાં ૭૦હજાર લોકોનાં જીવ બચ્યા.
૨ યુરોપ અને એશિયાની હવામાં શુદ્ધતા નું પ્રમાણ વધતાં શ્વાસ લેવાને લાયક બની,
૩ ઈટાલીના વેનિસ ની શહેરોનું પાણી સ્વરછ થઈ ગયું જેમાં પહેલા ના દેખાતી માછલીઓ પણ સ્પષ્ટ દેખાય છે.
૪ ચીન,અમેરિકા તેમજ ભારતના અમુક વિસ્તારના આકાશ સ્વચ્છ દેખાય છે,
૫ પશુ પંખીઓનું આડેધડ નિકળતું નિકંદન અટક્યું છે,
હવે કોરાના વાયરસ ની એક જ નકારાત્મક અસર એ છે કે તે માનવજાત ને ટાર્ગેટ કરે છે અને મનુષ્ય પણ પોતાના અસ્તિત્વ બચાવવા તેનો સામનો કરે તે જરૂરી છે પણ એટલું જ જરૂરી સૃષ્ટિનું જતન કરવાનું છે,
સૃષ્ટિ મનુષ્ય એકલાની નથી તેના પર દરેક જીવનો સમાન અધિકાર છે, કુદરત માટે તો સૌ સમાન છે, તેને સૃષ્ટિ નું બેલેન્સ જાળવવાનું છે.
અંતે વિચારવાનું મનુષ્યે છે કેમકે કુદરતે એ અન્ય જીવને નહીં ફક્ત વિચારવાની તાકાત મનુષ્ય માં જ મુકી છે....