કોરોના નો કહેર
માનવ પાંજરે પુરાયો છે...
સામાન મોતનો વેરાયો છે..
છે બધું આજે સુમસામ..
મહામારીનો છે કહેર...
શાંત છે રસ્તા,
શાંત છે શહેર.
દૂર રહો સૌ એકમેકથી,
લડો આ લડાઈ ટેકથી..
મોત ફરે છે ખપ્પર લઈ
વરસાવી રહ્યું છે ઝહેર
શાંત છે રસ્તા,
શાંત છે શહેર...!
ભરખી રહ્યોં છે માનવને,
કમર કસો હણવા એ દાનવને....
રોકો,આ છે મોતની લહેર..
શાંત છે રસ્તા,
શાંત છે શહેર...!
અદ્રશ્ય છે એ ઓથાર,
શસ્ત્ર શોધતા લાગશે વાર..
કંટાળી છે કુદરત,
કરશે નહીં હવે મહેર..
શાંત છે રસ્તા,
શાંત છે શહેર..
દુનિયા રહી છે હવે ડૂબી...
ખરાબ થઈ છે બધી ખૂબી..
દૂષિત છે બધું અહીં
શું નદી કે શું નહેર..
શાંત છે રસ્તા,
શાંત છે શહેર..!
ભરત ચકલાસિયા.
22/03/20
I SuPpOrT JaNtA CuRfuE....
IT IS NOT CURFUE
IT IS
CARE FOR U..!