Gujarati Quote in Blog by Parag gandhi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મોદીના હોવા ન હોવાથી શું ફર્ક પડે છે!

૧૭ જાન્યુઆરીએ જ્યારે વિશ્વમાં ૪૧ કોરોના કેસ પોસિટિવ આવ્યા અને પહેલું મૃત્યુ વુહાનમાં નોંધાયુ ત્યારે ચાઇનાથી આવતા જતા પેસેન્જર્સનું થર્મલ સ્ક્રિનીંગ ભારતમા બધા એરપોર્ટ પર શરૂ કરવામા આવ્યું અને ભારતીય નાગરીકોને ચાઈના જવા માટે સરકારે ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડી. તમામ રાજ્યમા આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા. હજી સુધી વિશ્વ કોરોનાને લઈને સજાગ નો'તુ.

૪ ફેબ્રુઆરીએ ભારતમાં ૨ પોઝિટિવ કેસ નોંધાતા સરકારે સ્ટેટ ઇમરજન્સી જાહેર કરી અને બન્ને દર્દીઓને સાજા કરી ડિસ્ચાર્જ કર્યા.

૪ માર્ચના ૧૦ કેસ નોંધાતા નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવામા આવી જેના અધ્યક્ષ ખુદ વડાપ્રધાન મોદી બન્યા. આ ટાસ્ક ફોર્સ દરેક રાજ્યમા ઓછાં મા ઓછાં ૨ જિલ્લામા કોરોના ટેસ્ટ માટે લેબ શરૂ કરવાનું કામ કરે છે અને જરૂરી દવાની નિકાસ બંધ કરી નાખી.

૧૧ માર્ચના પ્રથમ મૃત્યુ નોંધાય છે અને સરકાર તાત્કાલિક તમામ ટુરિસ્ટ વિઝા કેન્સલ કરી નાખે છે તથા વિદેશથી આવનાર બધા નાગરીકોના એરપોર્ટ પર જ ટેસ્ટ શરૂ કરવામા આવ્યા.

હવે આજ વિષય તમે અમેરિકા, બ્રિટન અને યુરોપ સાથે સરખાવી જોવો. આ તમામ દેશ ભારતની એક્શનને ફોલો કરે છે અત્યારે. અમેરિકા અને ઇઝરાઇલ ના પ્રમુખ આખી દુનિયાને નમસ્તે કરતા શીખવાડે છે. પકિસ્તાન સહિતના સાર્ક દેશોએ મોદીના ટ્વિટ પર કોરોના સામે ભારતનુ નેતૃત્વ કબુલ કર્યું છે. તમારી આજુબાજુ મોદીની ટીકા કરતા લોકો જુઆ મળશે જ કેમ કે એમને યાદ નથી કે ૨૦૧૦મા સ્વાઇન ફ્લુથી એકલાં ભારતમા ૧૦૦૦૦ મૃત્યુ થયા હતા. સંયુક્ત યુરોપ, સંયુક્ત રશિયા સંઘ અને અમેરિકાથી પણ મોટી ૧૩૦ કરોડની વસ્તીના દેશને લઈને બેસનારો માણસ કોરોનાની અસરને નહિવત રાખવા માટે અભિનંદન ને પાત્ર છે..!!

ભારત દેશ ભાગ્યશાળી છે,
આપણને આવા પ્રધાનમંત્રી મળ્યા છે...
જય હિંદ.

Gujarati Blog by Parag gandhi : 111370947
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now