(1)
બન્યો છુ હુ સાહેબ , હા દસ જણાનો
માં ઘરમા દસ જણાનુ કામ એકલી કરે છે
હુ બાર થી પાંચ રોજ મેહનત થી થાકુ।
માં પાંચ થી બાર હંસતા મોઢે કરે છે
સુયૅ પેલા જાગે, અને સુયૅ પછી સુવે છે
મને મુજ જન્નેતા અતિશય ગમે છે।
(2)
ઘરના સવ મોતીને પરોવનારો ધાગો
પોતાના સાડલામા કરે સાધા-સુધી
એને આપ્યા નો આનંદ દીધાની ખુશી છે
એના ચેહરા ની રોનક ની મજા છે જૂદી
એની આંખ ના વાદળ અખુર જળ ખમે છે
મને મુજ જનેતા અતિશય ગમે છે
(3)
ઘરનો પંખો પણ દોડે છે રોજ માં ના જેટલુ
પણ જરાક સ્પીડ પંખા ની માં કરતા ઓછી છે
કે નથી માં ની સરખામણી પંખા જોડે
માં તો રાખે છે એને સાફ પોછી
એ છે પંખો તો પણ થાકે છે
માં સતક ધમ -ધમે છે
મને મુજ જનેતા અતિશય ગમે છે
(4)
રાખે ખ્યાલ સવનુ, રાખે શંભાડ સવની
એ ગુણ- ગાન ખુદ ના સુનતી ના કેહતી
વિશેષ માન ના સમ્માન એને
વધુ મા એ સવના તુકારા સહતી ,તોય
બધાને જમાણી એ જમે છે
મને મુજ જનેતા અતિશય ગમે છે