મારુ તો બગીચાના ફૂલ જેવું
કુંડા માં નઈ ફાવે.
દરિયા ના મોજાં જેવું
તળાવ જેવી સ્થિરતા નઈ ફાવે.
પળે પળે નવું આવરણ છે જિંદગી
એકધારું વાતાવરણ પણ નઈ ફાવે.
જીવન તો છે સુખ અને દુઃખ નો હિંચકો
છતાં મોજરૂપી પવન વગર નઈ ફાવે.
ભલે ઘણીવાર શબ્દો વચ્ચે પણ
તકરાર થાય પણ લખ્યા વગર નઈ ફાવે
નિકેત.