આનંદ શેનો છે આ, લાલ થઈ રક્તથી ધરતી,
દ્રશ્ય મેં જોયા છે એ, બાપે ઉઠાવી છે અરથી.
તમારી શાંત નિદ્રાની ખાતર એ વીર જવાનોએ,
ફના કરી નાખી છે પોતાની મદમસ્ત યુવા હસ્તી.
આવેલા અખબારમાં સમાચાર હતા શહીદના,
એ પેપર પણ ન સાચવ્યું આપે, થઈ છે પસ્તી.
ફિલ્મોમાં ઠુમકા લગાવનારને સમજ્યો છે પ્રેમ,
એક વીરની ભાર્યા તેના મુખ જોવા કેવી તરસ્તી.
એક બાઈકના સ્ટંટ પર કે એક સિક્સ પર, વાહ,
તમે શું જાણો વતન માટે ફિદા થતી એની મસ્તી.
"મનોજની" કવિતા યાદ એમના બલિદાનોને કરે,
મારી કલમ નથી લખતી નેતાની ગાથાઓ સસ્તી.
મનોજ સંતોકી માનસ
#આનંદ