મનગમતી નોકરી મેળવવા માટે અચૂક અજમાવો આ ટોટકા
દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે, આ સફળતા માટે નોકરી તેમના માટે પ્રાથમિકતા હોય છે. નોકરી મેળવવા માટે વ્યક્તિ અનેક જગ્યાએ જતો હોય છે પરંતુ તો પણ કેટલીંક વાર તેને સફળતા નથી મળતી. તેનું કારણ છે મનુષ્યનું મન અને ઈચ્છાનુસાર નોકરી ન મળવાનું પણ હોય શકે છે. પરંતુ નોકરી ન મળવાથી અથવા કાર્યસ્થળ પર થઈ રહેલી સમસ્યાનું કારણ વાસ્તુદોષ પણ હોય શકે છે, તેના વિશે બહુ ઓછા લોકોને ખબર હોય છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કેટલીકવાર વાતાવરણમાં રહેલી ઉર્જા તમને સફળ નથી થવા દેતી. જો તમે તેનાથી છૂટકારો મેળવવા માંગતા હોય તો આ વાસ્તુ ટિપ્સ તમારી મદદ કરી શકે છે.
હનુમાન ચાલીસા :
શ્રીરામના ભક્ત હનુમાનને સંકટ મોચન કહેવામાં આવે છે. વ્યક્તિ કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહી હોય, હનુમાનજી તેના બધા સંકટોને દૂર કરે છે. વાસ્તુની દ્રષ્ટિએ હનુમાનજીને શક્તિશાળી માનવામાં આવે છે. કાર્યસ્થળ પર સફળતા મેળવવા માટે હનુમાન ચાલિસાનો પાઠ કરવો. એવી માન્યતા છે કે 108 વખત હનુમાન ચાલીસાનો જાપ કરવાથી બધી સમસ્યા દૂર થાય છે.
સોમવારે કરો આ ઉપાય :
સારી નોકરીની શોધમાં હોવ તો સોમવારનું વ્રત રાખવું લાભકારી માનવામાં આવે છે. સોમવારનું વ્રત કરીને ભગવાન શિવ અને માતા પાર્વતીની અર્ચના કરવામાં આવે છે. સોમવારના દિવસે દૂધ ભગવાન શિવને અર્પિત કરવું તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
ગળપણ ખાવું :
જ્યારે પણ નોકરીની શોધમાં જઈ રહ્યા હોય ત્યારે ઘરેથી ગળ્યું દહીં અથવા અન્ય કોઈ ગળી વસ્તુંને ખઈને જવું, તેનાથી સારું પરિણામ મળશે. જ્યારે પણ ઘરની બહાર જઈ રહ્યા હોય ત્યારે સફેદ ગાયને ગોળનું સેવન કરાવવું વાસ્તુની દ્રષ્ટીએ લાભકારક માનવામાં આવે છે.
લીંબુના ટોટકા :
જો નોકરી મેળવવામાં વધારે સમસ્યા થઈ રહી હોય તો શિવ મંદિરમાં જઈમે ડાઘ વગરનું લીંબુ લઈને જવું અને ત્યાં ગંગા જળ તેના પર છાંટીને લીંબુને પોતાના માથા પર 7 વખત ફેરવવું. તેના પછી લીંબુના ચાર ભાગ કરીને તેને ચાર રસ્તા પર મુકવું. આ ટોટકા સતત 41 દિવસ સુધી કરવા. એવું માનવામાં આવે છે આ ટોટકાથી બધી સમસ્યાઓ દૂર થાય છે.