સપના નથી મારા કોઈ ખાસ મોટા,
બસ તને મળીને, તારી સાથે વાત કરીને ખુશ રહેવા માંગુ છું,
તારી પાસે બેસી દિલનો થોડો ભાર હળવો કરવા માગું છું,
મારી ઉદાસીમાં તારો હાથ પકડી બેસી રહેવા માંગુ છું,
પણ મારી માંગણીઓ ક્યાં સંતોષાય છે,
બસ તારી જ રાહ જોવાય છે,
તારા દરેક બોલને હું માનું છું,
મારી તકલીફોને હું તારી આગળ છુપાવી લઉં છું,
કારણ કે તારી ખુશીમાં જ મારી ખુશી રહેલી છે..!!!
#કેપ્ટન @શ્યામ