Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એ સર્વવિદિત કથા છે કે દક્ષે યજ્ઞ કર્યો હતો અને તે પ્રજાપતિ કહેવાતા હતા. તેમાં તેને શિવ અને સતીને બોલાવ્યા તો નહીં પણ તેનું સ્થાપન પણ ન કર્યું. માટે દેવી એ ત્યાં તેના શરીરને યોગાગ્નિમાં ભસ્મ કર્યું.

સતીના દેહત્યાગ પછી મહાદેવે વીરભદ્રને દક્ષના યજ્ઞને વિઘ્વંશ કરવા મોકલ્યો. વિરભદ્રે યજ્ઞનોતો વિઘ્વંશ કર્યો અને દક્ષનું મસ્તક પણ છેદીને અગ્નિમાં નાખી દીધું.

બધા દેવે મળીને શિવજીને પ્રાર્થના કરીઃ મહાદેવ કૃપા કરો યજ્ઞ પૂરો તો થવો જોઈએ. તે દંડને યોગ્ય હતો માટે તેનો વિઘ્વંશ કર્યો છે અને હવે આપના આદરથી હું તેને મસ્તક આપીશ. આમ. કહી ભગવાન શિવજીએ દક્ષને બકરાનું મસ્તક આપ્યું.

આમ, શંકર ભગવાને એ પ્રશમ ડોક્ટર હતા જેણે શલ્ય (ઓપરેશન) ક્રિયાનો પ્રારંભ કર્યો હતો. આ ઉપરાંત પણ ગણપતિજીનું મસ્તક હાથીનું જોડ્યું એ વાત પણ તમે જાણો છો કેહવાનું તાત્પર્ય એટલું છે કે આજે આપણા ઓપરેશન માટે જોડાણ માં પણ ઘણા પ્રાણી અંગો વપરાય છે ત્યારે તે સમયે થતી આવી ક્રીયા કંઈ માત્ર ફેન્ટસી નથી.

આથી જ આયુર્વેદને પાંચમો વેદ કહ્યો છે વળી, મહાદેવને મુખ્ય આયુર્વેદક કહ્યા છે તેણે આ ચિકિત્સા શુક્રને શિખવી અને તે પરંપરા અશ્વિનીકુમારો એ જાળવી આ રીતે શલ્યચિકિત્સા(ઓપરેશન)નો આપણે ત્યાં પુરાણો ઈતિહાસ છે. આમ ભારત વિશ્વગુરુ હતુ છે અને રહેશે

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111362994
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now