#વિચલિત
મન મારું થયું છે વિચલિત આજે તારી યાદમાં,
જાગું આજે આખી રાત ફક્ત તારી અને તારીજ યાદમાં.
ભૂલથી આંખ મારી લાગી જાય તો તું આવજે મારાં સપનામાં,
કરશું મીઠા ઉજાગરા આપણે એક બીજાના સોનેરી સંગાથમાં.
આંખથી આંખ મળશે પછી શરુ થશે ચાર હોઠોનું તોફાન પળવારમાં
પરોઢ થતાં સપનું વિખેરાય જશે,બસ એક આંસુ રહી જશે હાથમાં.
meghu