Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હે જી મારા ગુરુ એ પાયો રે અગાધ‚ પ્યાલો દૂજો કોણ પીવે…
હે જી મારા‚ ગુરુજીએ પાયો રે અગાધ‚
પ્યાલો દૂજો કોણ પીવે ?… પ્યાલો દૂજો કોણ પીવે .

સત કેરી કુંડી મારા સંતો !
શબદ લીલાગર‚ શબદ લીલાગર‚
એક તૂં હિ‚
મારા સતગુરુ ઘૂંટણહાર…
પ્યાલો દૂજો કોણ
પીવે .

શ્રવણેથી રેડયો મારા સંતો !
મારે રૂદિયે ઠેરાણો રે‚ મારે રૂદિયે
ઠેરાણો રે‚
હે જી મારી‚ દેયુંમાં હુવો રે રણુંકાર…
પ્યાલો દૂજો કોણ
પીવે.

ચડતે પિયાલે મારા સંતો !
ગગન દરશાણાં રે‚ ગગન દરશાણાં
રે‚
એકતાર જમીં ને આસમાન… પ્યાલો દૂજો કોણ પીવે

નામ અને રૂપ નહીં મારા‚ ગુરુજીના દેશમાં રે‚ ગુરુજીના દેશમાં
રે‚
હે જી એમ બોલ્યા છે "ત્રીકમદાસ"… પ્યાલો દૂજો કોણ પીવે

_નિલેશ કાકલોતર

Gujarati Religious by બાબા સત્સંગી : 111361910
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now