Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગુજરાતીમાં આપણી પાસે જે પણ અક્ષરો છે એમાંથી સૌથી પાવરફુલ અક્ષર કયો?

હું..કહું 😅

“પ"

કેવી રીતે..? હાલો સમજાવું 😂

“પ"થી પિતા, “પ"થી પુત્રી, “પ"થી પુત્ર દુનિયામાં પપ્પાને એમના બાળકો સિવાય બીજો કોઈ આટલો પ્રેમાળ સંબંધ ક્યાં મળે!

“પ"થી પત્ની પણ થાય અને “પ"થી પ્રભુ પણ થાય. પત્ની ને પ્રભુ બે ને ચાહો પછી જીવનમાં બીજું કશું ચાહવા જેવું ના રહે! “પ"થી પતિ પણ થાય હોં...😇

“પ"થી પરિવાર આપણા સૌનો જીવન આધાર!

“પ"થી પૈસા જેના વગર ડૂબે દુનિયા.
“પ"થી પુણ્ય અને “પ"થી જ પાપ!
“પ"થી પુનર્જન્મ થાય અને “પ"થી જ પસ્તાવો પણ થાય.

જે કોઈ શબ્દ નથી, સંયોજક તરીકે વપરાય છે, ભલભલા વાક્યોનો અર્થ ફેરવી દે એ “પણ" પણ “પ" ઉપરથી જ આવે છે!

પદ, પ્રતિષ્ઠા અને છેક પરમાત્મા સુધી છે “પ"ની બોલબાલા!

નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111361877
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now