#વિચલિત
વિચલિત આ મન ને સમજે કોણ
કોઈ પસાર થઈ ને જાણે ત્યારે જ ભાળે..!
અટકળો ભરી પળો ને
કોઈ જીવી જાણે ત્યારે જ સમજી પણ જાણે..!
ક્યાંક વેદના ઓ ના વાદળો ઘેરાયા હોય ને
એમાંથી જાણે અચાનક સંવેદનાની શેર ફૂટી જાણે..!
તરસ્યા મન ને કોઈ તૃપ્ત કરવાનું પૂછી બેસે
એમ જ વિચલિત મન ને કોઈ ભાળી જાણે.
-Hina modha.