અંતર.. શબ્દ કેટલો નાનો પણ પણ વિચારવા બેસીએ ત્યારે જાણે એક હૈયાથી બીજા હૈયાથી જાણે જોજનો દૂર બેઠા હોય એવો આભાસ દિલને થાય..!!
મારી અને એની વચ્ચે પણ આમ ગણવા જાવ તો અંતર સાવ નજીવું છે, છતાં પણ હું એના સુધી પહોંચી નથી શક્યો, કારણ મારી ભૂલો છે, જ્યારે જ્યારે અમારા બંને વચ્ચેનું અંતર ઘટી જાય છે ત્યાં જ હું કોઈ એવી ભૂલ કરી બેસું છું જેના કારણે હું એના દિલથી કેટલાય જોજનો દૂર ફંગોળાઈ જાઉં છું, મારી ભૂલનો મને અહેસાસ પણ છે, માફી પણ એની આગળ માંગુ છું, છતાં પણ એ મને જલ્દી માફ નથી કરી શકતી, એ પણ જાણે છે કે મારા જીવનમાં એનાથી ખાસ બીજું કોઈ નથી, ના એના જેટલું મહત્વ મેં કોઈને આપ્યું છે, છતાં પણ મારાથી એવી એક ભૂલ થઈ જાય છે કે મારી અને એની વચ્ચેનું અંતર વધી જાય છે.
ભલે આજે એના દિલમાં આજે મારા માટે થોડું મન દુઃખ હશે, ભલે એને મારા ઉપર ગુસ્સો હશે, પણ હું તો એને પ્રેમ જ કરીશ, હમેશા એનો સાથ આપીશ, ના મારા જીવનમાં એના સિવાય બીજા કોઈનું મહત્વ હતું, ના છે અને ના રહેશે, એની આગળ દુનિયાની કોઈ વ્યક્તિની મારી આગળ કોઈ કિંમત નથી, ભલે એ પછી કોઈ પણ હોય, મારા માટે મારી કેપ્ટન એક વ્યક્તિ નહીં, મારા મન મંદિરમાં બિરાજમાન એ ઈશ્વર છે જેની હું પૂજા કરું છું...!!!
અને આ અંતરને પણ મારો પ્રેમ ઘટાવી દેશે.. મને વિશ્વાસ છે..!!!
#કેપ્ટન @શ્યામ
#અંતર