Gujarati Quote in Thought by Swati Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાલે સાંજે શાકભાજી લેવા ગઈ ત્યાં, મધ્યમ વયનો એક શાકવાળો ભાઈ ફોન પર કોઈ સાથે ફલર્ટ કરી રહ્યો હતો અને વાત પૂરી કરતા પહેલા કહી રહ્યો હતો કે, "ભાભીજી આ તો સવારથી કોઈ નહોતું મળ્યું એટલે તમારી સાથે મજાક કરી રહ્યો હતો, મારી વાત ને ખોટી રીતે ના લેશો!" આ Don't take it otherwise! વાળી આખી એક જમાત ઉગી નીકળી છે. એમને એવું છે કે કોઈ પણ પ્રકારની લવારી કે બફાટ કરી દીધા પછી હસીને કહી દઈએ કે, આનો બીજો કોઈ મતલબ ન સમજશો એટલે એ ગંગા નાહ્યા!!

પણ, બીજો અર્થ નીકળે એવી વાત થાય છે એ જ સમસ્યા ન કહેવાય?🤔

સીધા અર્થવાળા સરળ શબ્દો તમારી નિયતનો અરીસો હોય છે.. એટલે, તમારી આસપાસ પણ આવા Don't take me wrong! પ્રજાતિનાં ઠરકીઓ હજાર હજૂર હોય તો, ડામવા એ તમારો જન્મસિદ્ધ અધિકાર છે...
અને હા, આ માત્ર નોકરિયાત સ્ત્રીઓને જ નથી નડતું હો.. આ પ્રજાતિ દરેક વર્ગને કનડતી જોવા મળે છે! તમારી આસપાસ પણ હશે જ, છે ને? (ફેસબુક એકાઉન્ટ નું ઈનબોક્સ જ જોઈ લો ને!)😄

#mamro #funtastic #justathought #swatisjournal #dailyquotes #poetry #shortstories #stories #articles #Gujarati #English #story #thoughts #indianauthor #writer #follow #yellownotes

Gujarati Thought by Swati Joshi : 111360964
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now