#અંતર
દુરી ભલે તો યાદો નું જશન પાછું આપો
આપો મને મારુ જખમ પાછું આપો.
આ કેવું કે છું જીવતા મરેલા ની વચ્ચે
આપો ને મને મારુ વચન પાછું આપો.
દુઃખ ને જીવવું હતું હજી બે ઘડી ભર
આપો કર્યું તમે જે દફન પાછું આપો.
દુઃખ થી દુર જવામાં એનેય ગુમાવીશ
આપો મારી આદત મારો ભરમ આપો.
એકાંત ના કરાર પર સહી કરી દીધી મેં
આપો કર્યું મસ્ત તે વચન પાછું આપો....