માણો તો હું મોજ છું
પણ ઘટતી જાઉં રોજ છું
ક્યારેક દુઃખ નો ધોધ છું તો
ક્યારેક હું સુખની ખોજ છું
ભરી લ્યો તો હું શ્વાસ છું
રાખી લ્યો તો વિશ્વાસ છું
ક્યારેક આસ પાસ છું તો
ક્યારેક બહુ ખાસ છું
લડી લ્યો તો જંગ છું
પુરી લ્યો તો રંગ છું
ક્યારેક ઘણી તંગ છું તો
ક્યારેક તારી સંગ છું....
#life