ઓ સંભાળ તને જ કહું છું....
મારા સપનાથી હકીકત બની જ્યારથી તમે જીવનમાં આવ્યા છો, જાણે મારા થંભી ગયેલા શ્વાસને નવો શ્વાસ મળ્યો.
ઓ સાંભળ તને જ કહું છું...
તમે છો તો હું છું. તમારા વગર મારું કોઈ અસ્તિત્વ નથી. તમારા વ્યક્તિત્વમાં હું મારું અસ્તિત્વ ભૂલી છું.
ઓ સંભાળ તને જ કહું છું....
તમારું મૌન પણ મારાથી છૂપુ નથી. તમારા ન બોલવા છતાં તમારી હદયની વાત જાણી લઉં છું..
ઓ સાંભળ તને જ કહું છું....
આ હોળીના રંગો પણ મને ફિક્કા લાગે છે. જ્યારથી આ પ્રેમનાં શાશ્વત રંગેથી રંગાઈ છું.
ઓ સંભાળ તને જ કહું છું....
હું જ તમારી હમરાઝ અને હું જ તમારી હમસફર છું.
ક્યારેક તો સાંભળી લે મારા હદયની વાત....
ઓ સાંભળ તને જ કહું છું...
ઓ સાંભળ તને જ કહું છું...
દર્શના
#સાંભળ