સાંભળો ..સાંભળો...સાંભળો.
કાન હોય તો પણ ..અને ના હોય તો પણ
અવશ્ય સંભળાશે..
નસોમાં વહેતા રૂધિરના ધબકાર સાંભળો
ધબકતા હ્રદયની વ્યથા સાંભળો
કોઈક ગરીબની કથા સાંભળો
ચૂપચાપ બેઠેલ દિકરીનું મૌન સાંભળો
કોયલનો કલરવ સંભળાશે
ફુલોનો પમરાટ સંભળાશે
રંગોનો ચળકાટ સંભળાશે
માનો તો પ્રભુનો પૈગામ સંભળાશે
સાંભળો...સાંભળો..સાંભળો..
---અર્જુનસિંહ .કે.રાઉલજી
#સાંભળો