Quotes by Arjunsinh Raoulji. in Bitesapp read free

Arjunsinh Raoulji.

Arjunsinh Raoulji. Matrubharti Verified

@arjunsinhraoulji.1465
(308)

આંખોમાં આંસુ અને દિલમાં વ્યથા છે
અફસોસ તે નથી કોઈ વિરહની કથા
----અર્જુનસિંહ કે રાઉલજી

માણસ પહેલીવાર ભૂલ કરે તો તે અજાણતાં થયેલી ભૂલ જ ગણાય અને તેને માફી આપવી જ પડે , બીજી વાર ભૂલ કરે તો તે જાણી જોઈને કરેલી ભૂલ ગણાય તેને માફી પણ આપવાની અને શિક્ષા પણ કરવાની પણ જો ત્રીજી વાર ભૂલ કરે તો તે ભૂલ નથી , જાણી જોઈને કરેલો ગુનો જ છે તેની માત્ર શિક્ષા જ મળે
---અર્જુનસિંહ .કે .રાઉલજી

Read More

અલ્પ વિરામ અને પૂર્ણવિરામ વચ્ચે હું એવો અટવાયો કે જાતે જ પ્રશ્ર્નાર્થ બની ગયો
આશ્ચર્ય અને અવતરણની શોધમાં જગતે મને એક વિરાટ આશ્ચર્ય બનાવી દીધો
----અર્જુનસિંહ કે રાઉલજી

Read More

મીઠાં જળની માછલી જળમાં રહે તો સારું છે
હવામાં ઉડવા માંડે તો જગ માટે તો પ્યારું છે
હવા અને પાણી માટે તો એ વધારે ન્યારું છે
માનો કે ના માનો માછલી માટે તો ખારું જ છે
---અર્જુનસિંહ કે રાઉલજી

Read More

દયા વગરની થઇ ગઈ હવે તો દુનિયા સારી
લડી લડીને લીધી'તી તે પણ ના રહી પ્યારી
---અર્જુનસિંહ કે રાઉલજી

એવું નહોતું કે દિલ નહોતું એટલે હું મરાયો
પણ શું કરું ? લાગણીઓ વેચવા મારાં આવ્યા'તાં
------અર્જુનસિંહ કે રાઉલજી

Read More

ઓરડાની ઈચ્છા પૂરી કરવા દીવાલો ચણી
એષણાઓ તો બારી વંડીને છેવટ ઘુસી ગઈ
---અર્જુનસિંહ કે રાઉલજી

કોઈની બારી મુજમાં ખુલે , મારી તુજમાં
બારણે થપાટો દઈ થાકું બારીએ હું દોડું
---અર્જુનસિંહ કે રાઉલજી

આંખો મીંચીને આશિષ ના આપો
લાશ અમારી બેઠી થઇ જશે
---અર્જુનસિંહ કે રાઉલજી

મનમાં ઉકળતો લાવા ક્યાં શાંત કરવો
ચૉતરફ જ્યાં જ્વાળાઓ ભડકે બળે છે
----અર્જુનસિંહ કે રાઉલજી