જુઓ તો હાડ - માંસની બનાવટ
અને સમજો તો એક ધબકાર છું મે...
ભલે ડરું છું નાના જંતુઓથી
પણ હૈયે હામ રાખું અપાર છું મે...
ભલે રહી આંખોમાં નજાકત
પણ સમય આવ્યે એક અંગાર છું મે...
ક્યારેક માતાનો દુલાર તો
ક્યારેક દિકરીની કિલકારી છું મે...
ક્યારેક પત્નીનો પ્રેમ તો
ક્યારેક બહેનની હૂંફ છું મે
પ્રેમમાં સમર્પણ અને
નફરતમાં આગ છું મે
કરી શકે છે જે નવસર્જન
કુદરતનું એ સર્જન છું મે
હા એક સ્ત્રી છું મે..
મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામના...🎊🎉
Happy women's day...💐
♡ તમન્ના ♡