#પતંગ
મૌન માં કંઈ બોલવાનું થાય છે,
જળ વગર તો કંઠ પણ સુકાય છે.
તું ચગાવે છે પતંગો સ્નેહ ના,
વાત આખા ગામ માં ફેલાય છે.
પાર કરશે એ બધા સાગર હવે,
હાથ નૌકા ના હલેસા થાય છે.
શુ ચગાવું હું પતંગો સ્નેહ ના??
દોર તારા ગામ માં લૂંટાય છે.
વાત કરવાનો પછી અવસર મળે,
માંડવો જો આંગણે બંધાય છે.
આયખાનાં પાન પીળા થઈ જશે,
પાનખર ની ધાક ત્યાં વર્તાય છેં......