રોઝા - ઉપવાસ
મોહમ્મદ પયગંબર રમઝાનમાં ઉપવાસ કરવાનું મુસ્લિમોને એટલા માટે કહેતા કે 'ભૂખ' શું છે તેની ખબર પડે. એટલે જ ઇસ્લામ ધર્મમાં અન્નદાન સૌથી મોટું દાન ગણાય છે.
- કાન્તિ ભટ્ટ
[ દિવ્ય ભાસ્કર • તા. ૨૩ જુલાઈ ૨૦૧૩ • પેજ /૬ ]
વિજ્ઞાન તો એવું ગાઈ વગાડીને કહેતું રહે છે કે દરેક વ્યક્તિએ અવારનવાર ઉપવાસ કરીને હોજરી, આંતરડાને રાહત આપવી એ સ્વાસ્થ્ય માટે સારી બાબત છે. શરીર ઈચ્છા પૂર્વક ભૂખ્યું રહે એટલે એસિડિટીને પણ આરામ રહે.
હિતેશ અંકલેશ્રિયા.
[ અભિયાન • તા. ૨ સપ્ટેમ્બર ૨૦૦૬ • પેજ / ૨૦ ]