આપણો સંબંધ પણ પતંગ અને દોર જેવો તો છે,
તું ઊડે પતંગની જેમ ઊંચા ઊંચા આકાશમાં,
હું દોરની જેમ તારી પાછળ જ બંધાઈ રહું,
જો તું ના હોય તો હું એકલો પણ કોઈ કામનો નહીં,
તું મારા વગર પણ આકાશે લહેરાતી રહે, ઊડતી રહે,
પણ એક વાત કહું.....,
મારા વગરની તારી ઉડાણ પણ થોડી ક્ષણો માટે જ હશે,
હવામાં લહેરાતી લહેરાતી તું થોડા સમય પછી નીચે આવીશ,
પણ ચિંતા ના કર, હું તને પાછી એજ આકાશમાં લઈ જઈશ,
સપનાના આકાશમાં, જ્યાં તને ઉડવું ગમે છે,
રંગ બેરંગી પતંગોની સંગે ઝૂમવું ગમે છે,
મને પણ તને ઊડતી જોવી ગમે છે,
હું તો એક દોર છું, અને મારે તો બસ તારો સાથ આપવાનો છે,
દરેક જગ્યાએ, દરેક ક્ષણે, દરેક પરિસ્થિતિમાં,
અને હું એ આપીશ...,.
ભલે તારી દુનિયામાં મારુ અસ્તિત્વ બહુ ઓછું હશે,
પણ મારી દુનિયા તો માત્ર તું અને તું જ છે !!!!
#કેપ્ટન @શ્યામ
#પતંગ