યાદો ના અવશેષ
તમે તમારી યાદો ના અવશેષ છોડી ગયા,
અંધારી એ રાતો ની વાતો છોડી ગયા ,
ભૂંડા આ ભૂતળ માં અમને એકલા છોડી ગયા,
વિચાર્યું ન હતું એવી યાદો છોડી ગયા
પ્રકાશિત જળ હળતી આંખો માં આંશુ છોડી ગયા,
રંગીન આ શહેર ની ગલિયો અને વાટો છોડી ગયા,
કિનારા થી દરિયા ની ઉછળતી ઓટ છોડી ગયા,
મધરાતે ચમકતા તારાઓ ની ચમક છોડી ગયા,
ઉમંગ થી ભરેલી આ જીંદગી માં એકલતા છોડી ગયા,
અમારા આ જીવન માં તમારી અનેરી યાદો છોડી ગયા,
આવા જ કઇક યાદો ના અવશેષ છોડી ગયા....