નજીવી વાત માં તારું આમ ઝગડવું કરી જાય જયારે મન ને વિહવળ, નથી કરતા ફરિયાદ અમે જાતે જ મનાવી લઈએ છે ખુદને. અચરજ માં પડી જાઉં છું જયારે તું મને ગમતું બધું જ કરી ખુશ રાખવા નો પ્રામાણિક પ્રયત્ન કરે, મને પ્રેમ થી વાનગી બનાવી જમાડે મારાં પર વહાલ વરસાવે. કદાચ દોષ મારો જ ઘણીશ હું, ઘણો સમય સાથે રહવા છતાં હું ના સમજી તારા સ્નેહ અને હૂંફ. અને વાગોળતી રહી તારી મને ના ગમતી વાતો ને. ભલે ઉંમર વીતી હોય વર્ષો માં પણ પરીપક્વતા માં હું નાના બાળક જેવી જ છું મને ખાતરી છે મારી આ નાદાની ને અવગણી તું ઉદારતા થી સમાવીશ મુજ ને તારા માં હંમેશ ની જેમ.