Gujarati Quote in Motivational by મોહનભાઈ આનંદ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોઈ..
=======================

કેવું  અદભુત વાક્ય છે !!
વાંચવા ની મજા પડે, પ્રત્યક્ષ અને પરોક્ષ સમજી ને
સમજાવવા માં મજા પડે જ.... પરંતુ..
અનુભૂતિ વગર ... અનુરાગ વગર સમજાય ખરું??
પ્રેમ નું સ્વરૂપ ને પ્રેમ ની વ્યાખ્યા કરતા કેટલાય,
કવિ અને લેખકો ના મહાકાવ્ય અને લેખો લખાયા છે.
ગદ્ય પદ્ય રચનાઓ થાય છે... પરંતુ..
પ્રેમ નું વર્ણન ને વ્યાખ્યા પુર્ણત: કોણ કરી શકે!!


ખરેખર અદભૂત વાત છે, સમજી ને આચરણ માં
ઉતારવાની વાત છે...
દુનિયાદારી રંગમંચ પર ના જાણે કેટલાય પાત્રો ના,
લેખન , આલેખન ને, નાટકિય પ્રસંગો ઉત્સવો થયાં.
પરંતુ કોઈ રંગભૂમિ પર પ્રેમ ની પુર્ણાહુતી કરી શક્યું
નહીં...  ગજબ ની વાત છે..


લૈલા મજનૂ.. મીરા નરસિંહ.. સૂરદાસજી અને
એવા અગણિત ઉદાહરણ છે..
પ્રેમ માં, પ્રેમ માટે કે પ્રેમ મય અનુભૂતિ માં જ
ઓગળી ગયા, પરંતુ શબ્દવેધી એક પણ બાણ
પ્રેમ રૂપી લક્ષ્ય નું વેધન કરી શક્યું નહીં...


કારણ કે એ શબ્દાત્મક નથી
શબ્દાતીત અનુભૂતિ છે.. પ્રત્યક્ષ પરોક્ષ જ નહીં
અપરોક્ષ અનુભૂતિ છે..   અનિર્વચનીય છે.
આવા પ્રેમ સ્વરૂપ ને પામવા ફક્ત...
પ્રેમ સ્વરૂપ બની અસ્તિત્વ મિટાવી દેવું પડે..
જ્યાં અહંકાર નું મૃત્યુ થાય છે, ત્યાં પ્રેમ જન્મે છે

ૐ.... આનંદ...ૐ.. પ્રેમ....ૐ .... દિવ્યતા..ૐ..

====😍😍=====😍😍====😍😍===

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111354101
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now