કરોના વ્રત ની કથા
એક નગર હતુ એમાં એક શેઠ રહેતા હતું એમના ઘરે સુખ સંપતિની છોળો ઉડતી હતી અને એમનો વેપાર દેસ વિદેસ ફેલાયેલો હતો શેઠ જહાજો ભરી માલ લઈ દેસ વિદેસ વેપાર કરવા જતા હતા અને અઢળક સંપતિ કમાતા હતા ... દેશ વિદેશ વેપાર હાટુ જવાના કારણે શેઠ ને સોમરસ પીવાની આદત પડી ગઈ હતી જે બાબતે તેમને શેઠાણી હારે રોજ ઝઘડો થતો હતો શેઠ સોમરસ પીવે એ શેઠાણીને ગમતુ નહી આથી એ શેઠ સાથે ઝઘડો કરતા હતા એકવાર શેઠાણીએ મોટો ઝઘડો કરી બધો શેઠ ના હાથ માંથી સોમરસ નો પિયોલો ઝુંટવી લઈ એને ઢોળી દીધો અને શેઠ ને પોતાના સમ આપી સોમરસ છોડી દેવા બાધા અપાવી દીધી
ત્યાર બાદ શેઠ જહાજો લઈ ને વેપાર કરવા ચીન દેસ ગયા હતા ત્યાના વુહાન બંદરે શેઠે જહાજો લંગારી વેપાર કરયો અને
થોડા સમય રહી શેઠ વેપાર કરી ચીન થી પરત આવ્યા .
ચીન થી પરત આવતા જ શેઠ ની તબિયત બગડી ગઈ અને શેઠ ને કોઈ ગંભીર બિમારી લાગુ પડી ગઈ હતી જે મોટા મોટા વેદો અને હકીમો પણ પકડી શક્યા નહી અને શેઠની તબિયત દિવસે દિવસે વધારે લથડવા લાગી ત્યાં એક દિવસ ગામ માં વિદેસ થી કોઈ મોટા વેદરાજ આવ્યા હતા એમને શેઠની તપાસ કરતાં એમણે શેઠ ને કરોના થયો સે અને હવે શેઠ થોડા દિવસ ના જ મહેમાન છે એવુ કહ્યુ
શેઠાણી ચિંતામાં પડી ગયા અને શેઠ ના ઈલાજ માટે ભગવાન ને આજીજી કરવા લાગ્યા .. ત્યાં ગામ માં બાપાનંદ નામના એક મોટા સંત આવ્યા એમણે શેઠાણી ને શેઠ ને સાજા કરવા માટે ભગવાન સોમ નું તપ કરવાનં કહ્યુ એટલે શેઠાણી ભગવાન સોમ નું તપ કરવા લાગ્યા એમની આકરી તપસ્યાથી ભગવાન સોમ પ્રસન્ન થયા અને શેઠાણી ને કહ્યુ “ માંગ માંગ માગે તે આપુ “
એટલે શેઠાણીએ ખોળો પાથરી સજળ નયને એમના શેઠ ને કરોના નામની ભેદી બિમારી થઈ છે એ મટાડી દેવા કહ્યુ
આથી ભગવાન સોમ તેને કરોના નું વ્રત કરવા નું કહ્યુ અને કીધુ કે જે નારી આ વ્રત કરસે તેના વર ને કદી કરોના બિમારી થશે નહી
આથી શેઠાણીએ ભગવાન સોમ ને કહ્યુ : આ કરોના વ્રત શું છે અને તે કેવી રીતે થાય તે વિસે જણાવો મને ભગવાન
આથી ભગવાન સોમે શેઠાણી ને કહ્યુ : કરોના વ્રત રોજ સાંજે ૬:૪૫ થી કરવાનું હોય છે આ માટે નારીએ સાંજે સ્વહસ્તે ફ્રાય કાજુ , વેફર મસાલા શીંગ અને સલાડ જેવા જાત જાત ને ભાત ભાત ચખના બનાવી સાંજે ૬:૪૫ થાય એટલે એક રૂમ માં કપુર , ઈલાયચૂ લવિંગ ગૌમુત્ર અને ગૌ છાણ તથા સુવર્ણભસ્મ માંથી બનાવેલ સુગંધીત ધુપ કરી મંદ મંદ શિતળ સંગીત રેલાવી આ ઉપર કહ્યા એ ચખના સાથે ચાંદીના પિયાલા માં સોમરસ ને પોતાના હાથે નર ને પીવડાવવો અને સોમરસ ના સેવન બાદ જાતે જ બનાવેલા વિવિધ વ્યંજનો પતિ ને ભાવપુર્વક જમાડવાથી એ નર ને કદી કરોના થશે નહી અને જો થયો હસે તો પણ કરોના મટી જશે
શેઠાણીએ ઘરે આવી કરોના વ્રત ની શરૂઆત કરી અને રોજ ભગવાન સોમરસે કહ્યા મુજબ વ્રત કરવા લાગી આથી થોડા જ દિવસો માં શેઠ ની તબિયત સારી થઈ ગઈ
ભગવાન સોમ જેવા શેઠ શેઠાણી ને ફળ્યા એવા સહુને ફળજો