#ચહેરો
છેલ્લી આ મુલાકાત જો આપણી હોય તો,
ક્ષણ એ છેલ્લી કેદ હું કરી લઈશ
ભીની જો કરી દે આંખો ને આ આંસુ,
સ્મિત ને હોઠો પર લાવી તો જરૂર દઈશ..
તારા મન ની વાત ક્યાં જાણું છું હું,
મારા દિલ નો હાલ ક્યાં સમજે છે તું,
લાગણી જો તારી ઉભરાઈ આવે તો,
ચેહરો આ મારો તુજ થી છુપાવી તો જરૂર દઇશ,
છેલ્લી આ મુલાકાત જો આપણી હોય તો,
ક્ષણ એ છેલ્લી કેદ હું કરી લઈશ.....!!!