*કેવી નવાઈની વાત છે!*
〰️〰️〰️〰️〰️
અંધકાર ભરેલી આ જીંદગી થી ગભરાશો નહી,
આ તો કેવી નવાઈની વાત છે....!
કે,
પ્રકાશને મુલવવા તો ઘનઘોર અંધારૂ જ જોઈશે....!
અણગમતી વાતથી ના થશો વ્યાકુળ,
આ તો કેવી નવાઈની વાત છે....!
કે,
નિંદાને મન તો બધા જ બુઠ્ઠા હોય છે....!
અતિ બડબડાટ અને વાચાળતાથી કંટાળશો નહી,
આ તો કેવી નવાઈની વાત છે....!
કે,
બહુ ઓછા વક્તા ઓ પાસે શબ્દવેધી તીર હોય છે....!
ગરીબાઈ અને કંગાળીયતથી ના ગુમાવશો ધીરજ,
આ તો કેવી નવાઈની વાત છે...!
કે,
આંગળીના વેઢે ગણાય એટલા જ લોકો દીલના અમીર હોય છે....!
ઊછાંછળાપણુ અને અલ્લડતાની ભેદ પારખવો મુશ્કેલ છે ,
આ તો કેવી નવાઈની વાત છે....!
કે,
એક અદકેરૂ વ્યક્તિત્વ જ ઊંડા જળ જેવું ગંભીર નીકળે છે....!
જીંદગીના સાત કોઠા પાર કરવા લાગતા મુશ્કેલ,
આ તો કેવી નવાઈ જેવી વાત છે....!
કે,
ચક્રવ્યુહ કઠોરતાથી તોડવા તો અભિમન્યુ બનવુ જ પડે છે....!
હવે માણસ હોવાનો પણ થાક લાગે છે,
આ તો કેવી નવાઈની વાત છે ....!
કે,
મોક્ષની લ્હાયમાં,
સુકર્મની લોલીપોપ ચુસી ચુસીને જીવવું પડે છે...!
અહીં નું અહીં જ ભોગવવાનુ છે એ
વાત જાણતાં સૌ કોઈ,
આ તો કેવી નવાઈ જેવી વાત છે ...!
કે,
તો ય લોકો વ્યભિચાર કરી,
ઈશ્વર પાસે પોતાના
સારા કર્મોનો
હિસાબ માંગે છે...!
માનવી હાસ્યને મુકી ફીક્ષમાં ,
ટેન્શનનો કરતો વહેપાર,
આતો કેવી નવાઈની વાત છે....!
કે
તોય નાહકની હાયવોયમાં જીંદગીની હાશ માણવાનો ડોળ કરે
છે..!
અસલામતી ને એકલતાથી ગભરાતી જીંદગી,
આ તો કેવી નવાઈની વાત છે...!
ભીડભાડવાળા ટોળામાં ફરીને સલામતી ને સહવાસ ઝંખે છે....!
-ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*