... ખાલીપો ...
સવારે જાગતાં વેંત ફોન જોયો, ત્યાં હાઈકનાં સ્ટીકરનો મેસેજ નહોતો..
તૈયાર થઈને બેઠેલો, ત્યાં યાદ આવ્યું કે આજે તો કોઈ ફોન નહિ આવે કે "રાવપુરા ઊભજો"..
ઑફિસ પહોંચ્યો ત્યાં કોઈ હળદરવાળું દૂધ પીવાવાળું નહોતું..!
કોઈ બોલવાવાળું નહોતું કે, "ચાલો ને, સેવતરી ખાવી છે..!"
કામ હાથમાં લીધું તો અવાજ ન સંભળાયો, "લાવો હું લખું, તમે બોલો.!"
બાર વાગે કોઈએ ન કીધું કે, "હાલો ને, ભૂખ લાગી છે..!"
કોઈએ જમતાં પહેલા હાથ ધોઈને હાથ રૂમાલ ન માગ્યો..
જમતી વખતે કોઈએ થાળીમાંથી ગરમ રોટલી ઉઠાવી એનાં બદલે ઠરેલી રોટલી ન મૂકી..!
કોઈ જમતી વખતે છાશ માટે ન લડ્યું..
માસીએ પણ પૂછ્યું, "ચકલી ક્યાં.?" બસ એટલું જ કહી શક્યો, "એ તો ગઈ..!"
કોઈએ પાન વિલાસ હાથમાંથી ખેંચીને રોડ પર ફેંકી નહિ..
કોઈએ બપોરે આવીને "થાકી ગઈ, બાપા..!" ના રોદણા ન રડ્યાં..
કોઈએ ત્રણ વાગે દેકારો ન કર્યો કે "હાલો ને, ચા પીવી છે અને તમને રખડવાનું સૂઝે છે..!"
કોઈ ન બોલ્યું કે બીજી વાર ચા પીવી છે..!
કોઈએ પેલી સુગમની ધાનાદાળની પડીકીમાંથી ભાગ ન પડાવ્યો..
કોઈએ સાંજે બેસીને ગમે તે ટોપિક પર ચર્ચાઓ ન કરી..
ઓફિસેથી પાછા ફરતા કોઈએ મારો હાથ નહોતો પકડ્યો..
ખાલી હતો એ હાથ, ખાલી હતી એ જગ્યા, ખાલી ખાલી લાગે છે મન..!!
😔😔😢😢