એેક કવિતા.. અસ્તિત્વ
એ માણસ
એના અસ્તિત્વને છોગાં અનેક
લગાવીને બેઠેલો.
અસ્તિત્વ કરતાં છોગાં બહુ વહાલાં હતાં.
કેડીના છેડે,
અસ્તિત્વ ધુમ્મસ બની ઓગળી ગયું.
પેલાં છોગાં,
કોક અજાણ્યા જંગલ ના વૃક્ષની
ઘેઘૂર ઘટામાં,
પાંદડાંઓની વચ્ચેના અવકાશમાં
અલોપ થયાં.
જીવન જે આપી દે મૃત્યુ તે છીનવી લે.
- વર્ષા શાહ