સ્વતંત્રતા
========
સ્વતંત્રતા ની ઉપરછલ્લી સમજ એટલે જીવને મન માની કરવા દેવામાં આવે ,જેથી સુખ શાંતિ અને આનંદ ની અનુભૂતિ થાય. પરંતુ માણસ સામાજિક પ્રાણી છે, પ્રકૃતિ માં રહેછે તેથી દેશ કાળ નિયમ મુજબ નિયમો કે મર્યાદાઓ છે, તેનું ઉલ્લંઘન કરે તો વિપરીત પરિસ્થિતિ સર્જાય.માટે
સ્વતંત્રતા કોને કહેવાય એ સમજણ હોવી જોઈએ.
સ્વ એટલે પોતાનું અસ્તિત્વ , હયાતિ , ચૈતન્ય એને
પ્રાકૃતિક ,ધર્મ નીતિ ની મર્યાદા માં રહી દુન્યવી સુખો સગવડ સંપાદન કરી ઈચ્છિત ભોગ કે વિચાર ભોગવવા ની છુટ મળવી , જેથી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ નું વિના કોઈ વિધ્ન બાધા આસ્વાદન કરી, ઈન્દ્રિગત સુખની અનુભૂતિ કરી શકે.
સ્વતંત્રતા એટલે વ્યક્તિત્વ ને પ્રાકૃતિક મર્યાદા માં ધર્મ અને નીતિ મુજબ ખીલવા દેવું, અને આત્મા ને બંધનો થી મુક્ત કરવો , પોતાની હયાતી નો, મુક્ત આનંદ સ્વરૂપ નો અનુભવ કરવો.
દુનિયા દારી સ્વતંત્રતા એટલે વ્યક્તિગત દેશ કાળ કે સમય ની અંતર્ગત કોઈ ના ગુલામ ના હોવું, કોઈ ની જોહુકમી ના હોય, કોઈ રોકટોક ના હોય તેથી મન ની ઈચ્છા મુજબ પોતાની વ્યક્તિગત શક્તિ પ્રદર્શન દ્વારા વિકાસ અને સમૃદ્ધ થવાય અને સુખ શાંતિ ની અનુભૂતિ થાય.
સ્વચ્છંદતા એટલે ધર્મ મર્યાદા નીતિ કાયદો ઉલ્લંઘન કરીમન માન્યું વર્તન કરવું,એના કારણે ધર્મ મર્યાદા નો લોપ થાય , કાયદો અને વ્યવસ્થા ના જળવાય અને પરિણામે અંધાધૂંધી ફેલાય , કૌટુંબિક, સામાજિક સામાજિક આર્થિક તથા વૈશ્વિક અર્થતંત્ર અને જીવન અસ્તવ્યસ્ત થઈ જાય . દેશ દુનિયા અને વ્યક્તિ નું અધ: પતન થાય.
ઘણા એવા નિર્ણયો હોય છે, જે સ્વતંત્રતા નામે લેવાય છે અને પરિણામે વ્યક્તિગત, સામાજિક આર્થિક રીતે ભોગવવા માટે તૈયાર રહેવું પડે છે. માટે ફક્ત પોતાની વ્યક્તિગત માન્યતા કે સ્વાર્થ ના લીધે ઘણા લોકો નું નુકશાન થાય એવા નિર્ણયો સ્વછંદી નિર્ણય કહેવાય છે.
આમ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા ના ભેદ ની સૂક્ષ્મતા સમજી વ્યક્તિ જે પણ હોદ્દો ધરાવતા હોય કૌટુંબિક સામાજિક કે રાજકીય એમણે ડહાપણ ભર્યા નિર્ણય લેવા જોઈએ જેથી બધાનું
હિત જળવાઈ રહે અને સુખાકારીમાં વૃધ્ધિ થાય.
વાસ્તવમા પ્રતિભાસિક માયિક સત્યમાં સ્વતંત્રતાની
વ્યાખ્યા દેશ અને કાળ દરમિયાન હોય છે એની સમજણ
મર્યાદિત છે. પરંતુ સ્વતંત્રતા ની સાચી સમજણ આધ્યાત્મિક દ્રષ્ટિએ દેહ અધ્યાસ મન બુધ્ધિ ઈન્દ્રિયો ની ગુલામી માં થી મુક્ત થઈ આત્મા સ્વરૂપ માં પ્રતિષ્ઠિત થઇ
અપરોક્ષ અનુભૂતિમાં તદ્રૂપ ચૈતન્યમય વિલાસમાં રહેવું એમ કહેવાય છે.
====={{}}===={{}}===={{}}======