Gujarati Quote in Poem by ધબકાર...

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સ્વતંત્રતા

એક વાર દે જો દિલથી સાદ તો સ્વતંત્રતા તારે નામ લખી દઉં,
દિલને મળે જો પડઘા લાગણીના તો દિલ તારે નામ લખી દઉં.

હવે તો છલકાય છે અગણિત શબ્દો મારા ઉર મહીં,
જો તું કહે તો તારી ઉપર કવિતા બેફામ લખી દઉ.

ભલે દુનિયાની નજરે આપણા એક થવાની ઘટના મોઘમ રહે,
તોય કંઇક એવું કરું ને મારા નામમાં જ તારું નામ લખી દઉં.

ડગલે ને પગલે આવતી રહેશે મુસીબત પ્રીતની રાહમાં,
કાપવાને એ રાહ મારા હિસ્સાની પણ હામ લખી દઉં.

જાણું છું હાથોમાં નથી આપી ઈશે કોઈ તારા નામની લકીર,
તોય એક જીદ છે કે કોઈ મનગમતો અંજામ લખી દઉં.

©રોહિત પ્રજાપતિ

#સ્વતંત્રતા

Gujarati Poem by ધબકાર... : 111352394

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now