Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પૈસાની તંગીમાં રાહત મળે છે આ ટૂચકાઓથી

આર્થિક સમસ્યા વ્યક્તિની કમર તોડી નાંખે છે. માનવી ઈચ્છે તોયે તેમાંથી બહાર નિકળી શકતો નથી. માનવીએ આ સમસ્યાને લીધે ભારે માનસિક પરિતાપ વેંઠવો પડે છે તો પરિવાર કે કુટુંબે પણ તેને કારણે વેંઠવું પડે છે. આજે અમે તમને કેટલાંક ટૂચકાઓ વિશે જણાવીશું, જેને અજમાવવાથી તમે તેમાંથી ઉભરી શકશો…
કપૂરના ટુકડા
જો સીડીઓ, ટોયલેટ કે દરવાજો કોઈ ખોટી દિશામાં હોય તો આ તમામ સ્થળે 1-1 કપૂરનો ટુકડો મૂકી દો. ત્યાં મુકેલું કપૂર ચમત્કારિક રૂપથી વાસ્તુદોષને દૂર કરી નાખશે.

ગૂગળનો ધૂપ
અઠવાડિયામાં 1 વાર કોઈ પણ એક દિવસ ઘરમાં છાણા સળગાવીને ગૂગળનો ધૂપ કરવો જોઈએ. આમ કરવાથી ગૃહક્લેશ શાંત થઈ જાય છે. ગૂગળ સુગંધિત હોવાની સાથે જ મગજના રોગો માટે પણ લાભદાયક છે.
અગરબત્તી
ઘરમાં પૈસા ન ટકતા હોય તો દરરોજ મહાકાળી માતા પાસે એક ધૂપબત્તી કરવી. દર શુક્રવારે કાળકા માતાના મંદિરમાં જઈને પૂજા કરો.
પીળી સરસવ
લોબાન, ગાયનું ઘી મિક્સ કરી સૂર્યાસ્તના સમયે છાણા સળગાવીને આ બધી સામગ્રી તેમાં નાખી દો. નકારાત્મકતા દૂર થઈ જશે.
લીમડાના પાન
ઘરમાં અઠવાડિયમાં એક કે બે વાર લીમડાના પાનની ધૂની સળગાવો. આવું કરવાથી બધા પ્રકારના જીવાણું નષ્ટ થઈ જશે. ત્યાં વાસ્તુદોષ પણ સમાપ્ત થઈ જશે.
દશાંગ ધૂપ
ચંદન, કુષ્ટ, નખલ, રાલ, ગોળ, શર્કરા, નખગંધ, જટામાંસી, લઘુ, અને ક્ષોદ્ર બધાને સમાન માત્રામાં મિક્સ કરી સળગાવવાથી ઉત્તમ ધૂપ બને
છે. એન દશાંગ ધૂપ કહે છે. એનાથી ઘરમાં શાંતિ રહે છે.
કેસર
ઘર પર કોઈએ તંત્ર-મંત્ર કર્યું હોય તો જાવંત્રી, ગાયત્રી કેસર લાવીને એને વાટીને મિક્સ કરો. ત્યારબાદ એમાં ઉચિત માત્રામાં ગૂગળ મિક્સ કરો. હવે આ મિશ્રણની ધૂપ આપો. આવું 21 દિવસ સુધી કરવાથી લાભ મળશે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111349880
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now