વિચારું કે ના વર્ણવું શબ્દોમાં હવે,
તો પણ ઘણું જ વર્ણવાય જાય છે!
ઈચ્છા કે અનિચ્છા જાણે ના હવે,
તો પણ આ કલમ પકડાઈ જાય છે!
થયું મને કે હોઠોથી મૌન રહું હું હવે,
તો પણ હૃદય ઘોંઘાટ કરી જાય છે!
કહી દઉ કેટલીક વેદનાઓને હવે,
તો ભીંતરમાં કબર બની જ જાય છે!
ચાહતના ગુલાબની આ મહેંક હવે,
કોઈ ડાયરીમાં દફન થઈ રહી જાય છે!
સ્મૃતિઓમાં સ્મરણ થાય ત્યારે હવે,
અશ્રુ રૂપે અનરાધાર વરસી જાય છે!
કોઈ ઈલાજ નથી દર્શ આ દર્દનો હવે,
વેદનાના કવિતા છંદ લખાય જાય છે!
દર્શના