જીલો તોરલ કાઠિયાણી રે
તારી જુગ જુગની રહી ગઈ ભલાઈ રે,
મહારાણી ધરમ જીલો તોરલ કાઠિયાણી રે._
જેસલના ઘરે જે દી જમૈયો રચાયો ને આદરા માજમ રાંકજી,
આવ્યા સાધુ ને આદરભાવ દીધા,_કરજોડી પડે એને પાય રે.
- મહારાણીo
અયોધ્યામાં રાજા હરિશ્ચંદ્ર સીધ્યા, એને સંગમાં તારામતી રાણી રે.
સત્યને કારણે ત્રણે વેચાણા,_ ભર્યા નીચ ઘેર પાણી રે.
- મહારાણીo
મેવાડમાં રાજા માલદે સીધ્યા, ને સંગમાં રૂપાદે રાણી રે.
માલે રૂપાનાં હેરણા હેર્યા,_થાળીમાં રચી ફૂલવાડી રે.
- મહારાણીo
કૈલાશમાથી ભોળા શંભુ પધાર્યા, જેના સંગમાં પારવતી રાણી રે,
બંને મળીને ધર્મ હલાવો,_ વિચારી ને જાણી રે.
- મહારાણીo
જેસલ જાડેજો વાણી વદે રે, તમે સાંભળો તોરલ કાઠિયાણી રે,
દોઈ કર જોડી સતી તોરલ બોલ્યા,_સંતોની વાણી રે વખાણી રે.
_નિલેશ કાકલોતર