Gujarati Quote in Poem by Ridj

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે કાલ ની ખુશીની એ પળ બોજ બનવા લાગે,
અને એ ભુલાવવા માટે એક નવી પળ દરરોજ બનવા લાગે,
ત્યારે સમજો કે કંઈક ખોટું થઈ રહ્યું છે.....

જયારે આપણે પોતાની ખુશી માટે બીજાની ફિકર
કરવાનું છોડી દઈએ છીએ,
ત્યારે સમજો કે કંઈક ખોટું થઈ રહ્યું છે...

જ્યારે ચેહરા પર મુસ્કાન ને દિલ માં ઉદાસી હોઈ,
ને આપણને હસવા વળી વ્યક્તિ આપના થકી રોતી હોઈ,
ત્યારે સમજો કંઈક ખોટું થઈ રહ્યું છે..

જ્યારે આપણા જ આપેલા વચનો તોડવા પડે,
અને આપણી પોતાની ઓળખાણ થી મો ફેરવવું પડે,
ત્યારે સમજો કંઈક ખોટું થઈ રહ્યું છે....

જ્યારે વફા, ઈમાનદારી અને સચ્ચાઈ જેવી બધી જ વાતો ફક્ત શબ્દો માં જ સમેટાઈ ને રહી જાય,
અને શબ્દો થી કેહવા વાળી વાતો ફક્ત કવિતા માં જ સમેટાઈ ને રહી જાય" પુષ્પ",
ત્યારે સમજો કંઈક ખોટું થઈ રહ્યું છે...

રિદ્ધિ મહેતા.."પુષ્પ"

Gujarati Poem by Ridj : 111349768
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now