એવી પ્યાલી પીધી મેં તો
✍🏻 દાસ સત્તાર સાહેબ
🐚🐚🐚🐚🐚🐚🐚
એવી પ્યાલી પીધી મેં તો મારા સદગુરુના હાથે રે
પીતા મારે પ્રીત બંધાણી મારા પ્રીતમની સંગાથે રે
એવી....
પ્રેમતણી લાગી રે અગ્નિ એ તો પ્રગટી હાડે હાડ રે
અણસમજુ અજ્ઞાની મુજને ગાંડી ગણીને કહાડે રે
એવી...
પ્રેમે સદગુરુ મુજને મળ્યા મારો સફળ થયો જન્મારો રે
હું ગાંડી કે દુનિયા ગાંડી જ્ઞાની આપ વિચારો રે
એવી...
સ્વામીના તો સુખને બેની પરણેલી સ્ત્રી જાણે રે
શુ સમજે કુંવારી કન્યા એ તો પિયરીયું જ વખાણે રે
એવી...
દાસ સત્તાર સદગુરુ પ્રતાપે પરણી મોજો માણે રે
જોવું હોય પિયુનું સુખ તે પરણો વચન પરમાણે રે
એવી....
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻