વાવી દીધી કેસૂડી લાગણીઓ ને પ્રેમનાં ક્યારામાં,
રાહ જોઉં છું કેસુડાના છોડમાં ફણગા ફૂટવાની,
અંકુરિત થશે એ છોડ,
બહું મોટો ફાલ ઉતરવાની આશા છે,
જો તું લાગણી થી ધોધમાર વરસીસ તો,
લાગણી ના ફૂલ ઉગશે,સુગંધ ફેલાશે અને વાયરે લહેરાશે, કેસૂડે મોહરશે પણ જો તું સાથે હોઈશ તો....
કેસૂડા નાં રંગે રંગાશું..પ્રેમભરી નજરથી ભીંજાશું....
તારું આગમન જ મારે મન વસંતોત્સવ....