...#... જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ...#...
...#...હિના દાસા....
...#... જિજ્ઞાશા પરમાર....
એક ઓઝતના ઊંડા નીર સમી,
તો દૂજી ઊછળતી ઓઝત સમી...
એક ગીર સાશણની ગર્જતી શેરણી,
દૂજી વનસ્થલીની ચંચળ હરણી...
એક ભારેખમ શબ્દ-સાહિત્યનો ભંડોળ,
દૂજી હાસ્ય-ખુશી-આનંદનો વા-વંટોળ...
એક પરિવારની આન-બાન-શાન શિખર,
દૂજી પરિવારના હેતાળ હૈયાનો ધબકાર...
એક સૃષ્ટીમાં નિત નવા રંગ ભરતી "હિના",
દૂજી જગતમાં જાગતી જોર "જિજ્ઞાશા"...
કરે "મહાદેવ" સદાય પૂર્ણ સર્વે મનોકામના,
તહેદિલથી છે આ "પરિવારની શુભકામના"...