Gujarati Quote in Shayri by Priten K Shah

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

To my dearest lovely city AHMEDABAD on its birthday

જબ કુંત્તે પર સસ્સા આયા
તબ બાદશાહને શહર બસાયા

અહી છે રુપિયા ના અડધા આંઠ
પણ ગજબનો છે લોકોનો ઠાઠ

ભલે પીવડાવે તમને ચા અડધી
પણ તમને જોઇને થઈ જાય અડધા

કર્યો હતો ગાંધીજીઍ સત્યાગ્રહ અહીથી
પણ અહી લોકો બોલે જુઠુ વટથી

છે આ હેરીટેજ સીટી
અહી ચંદ્રવિલાસ હોટલ પણ છે સદી જુની

કાંકરીયા, સીદી સૈયદ જાળી અને ઝુલ્તો છે મીનારો
અને રમણીય છે રિવરફ્રન્ટનો કિનારો

વિશ્વમા સૌથી વધુ છે અહી શાકાહારી
જૈનોની તો છે આ રાજધાની

ગાંઠીયા, ફાફડા, મઠિયા , ખાખરા અને પાણીપુરી
વાનગીઓ ની લિસ્ટ છે આ અધુરી

ખાવાના છે અહી બધા શોખીન
પીવા જાય લોકો દિવ અને દમણ

મિત્રોને અહી કહે છે બકા
અને વડીલને કહે છે કાકા

પૈસાની અહી છે રેલમછેલ
પણ ઉઘરાણીના ના પડે મેળ

ઉત્તરાયણ અને નવરાત્રિ છે મઝેદાર
અહી ઉજવાય છે દરેક તહેવાર

બધા કરતા શહેર છે મારુ અનોખું
એના વગર લાગે જીવન અધુરુ

#priten 'screation#

Gujarati Shayri by Priten K Shah : 111348596
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now