પ્રિય ગગલા
આજે ચોતરફ રાષ્ટ્ર અને ધર્મ રક્ષાના હાંકલા અને પડકારા સંભળાય છે એવામાં ચોતરફથી તને ધર્મ રક્ષા માટે આગળ આવવાનું કહેવાશે પણ તું નાદાનિયતમાં કાંઈ આડુ અવળુ પગલું ભરી ના બેસે એટલે તને એક વાત સમજાવવા માંગુ છું
ગરીબ અને મધ્યમ વર્ગ માટે જિવન નિર્વાહ અને ભરણપોષણ જ સાચી રાષ્ટ્ર અને ધર્મ રક્ષા છે એટલે તું તારી આજિવિકા થકી તારા કુટુંબનું ભરણપોષણ કરી રાષ્ટ્રની ઉન્નતિમાં તારુ યોગદાન આપતો રહેજે અને થાય તો કોઈ દુનદુખિયાની સેવા કરજે
લોકો તને ધર્મ અને રક્ષાના નામે ટોળામાં બોલાવે તો એ ટોળામાં જતાં પહેલા એટલું જોજે કે ટીવી ઉપર ધર્મના નામે લોકોની ઉશ્કેરણી કરનારા પતરકારો , કે નેતાઓ અને એમના છોકરા છે કે નહી ? જો એ લોકો ના હોય તો તું કદીય એ ટોળામાં ન જતો કારણ કે ટોળાનો ભાગ બની તને કાંઈ થયુ તો પસી તારા કુટુંબની રક્ષા કરવા હાટુ એ ઉશ્કેરણી કરનારા કોઈ નહી
——- લી . બાપાલાલના રામ રામ